-->

પ્રધાનમંત્રી જન-ધન યોજના

પ્રધાનમંત્રી જન-ધન યોજના


હેતુ: બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ, બેંકિગ સર્વિસ, થાપણ, નાણાની લેવડ-દેવડ, વીમો, પેનશન વગેરે પૂરી પાડવાનો છે. ઉપરાંત પ્રધાનમંત્રી જન-ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે.

યોગ્યતા: ૧૦ વર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે.



ફાયદાઓ:

આ યોજના સાથે સંકળાયેલ લાભો નીચે મુજબ છે:જમા રાશિ ઉપર વ્યાજ
એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ
કોઇ ન્યુનતમ બેલેન્સની જરૂર નથી, તેમ છતાંય, રૂપે કાર્ડની મદદથી રકમ, ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે એ હિતાવહ છે.
રૂ.૩૦,૦૦૦ નું જીવન વીમા કવચ.
ભારત ભરમાં સહેલાઇથી રકમ ટ્રાન્સફર થઇ શકશે.
સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ ખાતામાં સીધી લાભો જમા કરવામાં
આવશે.
૬ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ-દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે.
પેનશન તથા વીમાની સુવિધા

કાર્યપદ્ધતિ:પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં માટે નીચે મુજબનાં દસ્તાવેજ જરૂરી છે.
આધારકાર્ડ હોય, તો બી દસ્તાવેજની જરૂર નથી.
સરનામું બદલાઇ ગયું હોય તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે.
જો આધારકોર્ડ ન હોય તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઇપણ એક જરૂરી છે.ઓળખપત્ર
ડ્રાયવિંગ લાયસન્સ
પાન કાર્ડ
પાસપોર્ટ
નરેગા કાર્ડ

નોંધ : આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય, તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ચ કરશે.જો કોઇપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમ વાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા કોઇપણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકે છે.

અમલીકરણ સંસ્થાઓ: રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ, સહકારી બેંકોની શાખાઓ, બેંક મિત્ર, વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

હેતુ : આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ.

યોગ્યતા: બધા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકેશે. વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ. ૧૨ રહેશે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ “ઓટો ડેબિટ” થશે.

ફાયદાઓ: આ યોજનામાં લાભ નીચે મુજબ છે.


લાભનો પ્રકાર

વીમા રાશી


આકસ્મિક મૃત્યુ

રૂ. ૨ લાખ સુધી


અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી, બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા અકસ્માત માં બને પગ અથવા બને હાથ ગુમાવવા અથવા એક આંખ દ્રષ્ટિ ગુમાવવી અને એક હાથ અને એક પગ ગુમાવવો

રૂ. ૨ લાખ સુધી


એક આંખની નજર ગુમાવ્યથી અથવા એક હાથ કે પગ બિનઉપયોગી થયે

રૂ. ૧ લાખ સુધી






કાર્યપદ્ધતિઅકસ્માત બાદ દાવો મૃત્યુના ૩૦ દિવસની અંદર નિર્ધારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલ પ્રમાણપત્રો / સાથે વીમાધારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે
વીમા ધારક ના મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર

અમલીકારણ એજન્સી : જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક યોજનાનું અમલીકરણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

હેતુ :આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષા માટે ખાસ

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.આ યોજના એક વર્ષના જીવનવીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. ૩૦ જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

યોગ્યતા: બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી ૧૮ થી પ૦ વર્ષ ની વ્યક્તિ લાભ લઇ શકે. ૫૫ વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે પપ વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

ફાયદા: સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ રૂ ૨ લાખ ચૂકવવા પાત્ર રકમ થશે.

કાર્યપધ્ધતિ:ઉપરોક્ત યોજના નીચે રક્ષણ ના સમયગાળા માટે ૧લી જુન થી ૩૧મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ 3. ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે ૩૧મી મે સુધીમાં જરૂ આપવાની રહેશે, જે પહેલા વર્ષને લાગુ પડશે નહી. નિયત સમય પછી નોં રી વાર્ષિક પ્રિમિયમ તેમજ સારા આરોગ્ય અંગેનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર ? જના નીચે રક્ષણ મેળવવું શક્ય રહેશે.

અમલીકરણઓ: જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે.
અટલ પેન્શન યોજના

હેતુઓ: અટલ પેન્શન યોજનાએ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે.

યોગ્યતા/પાત્રતા: ભારતનો કોઇ પણ નાગરિક અટલ પેનશન યોજનામાં જોડાઇ શકે છે, જેની યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે:અરજદારની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ.
તેમનું બેંકમાં બચત ખાતું હોવુ જોઇએ/ખોલાવવું જોઇએ.

નોંધ: સંભવિત અરજદાર રજીસ્ટ્રેશન સમયે બેંકને આધાર અને મોબાઈલ નંબર આપી શકે છે. જેનાથી અરજદારને અટલ પેનશન યોજ ની નિયતકાલિક માહિતી મેળવી શકે છે. જો કે, આધાર નોંધણી માટે ફરજીયાત નથી.

ફાયદાઓ: પેન્શન લોકોને તેમના નિવૃત્તિકાળમાં માસિક આવક પૂરી પાડે છે. પેન્શનની જરૂરિયાત:ઉંમર વધવાની સાથે આવકની ક્ષમતામાં ઘટાડો.
નવા વિભક્ત પરિવાર બનતા આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર.
૬૦ વર્ષની વય રૂ ૧૦૦૦ થી પ૦૦૦ સુધી માસિક પેનશન મેળવી શકાય છે. આ માટે લાભાર્થીએ રૂ.૪૨/- થી ૧૪૫૪/- સુધી ઉંમર આધારિત છ માસિક, ત્રિમાસિક અને કે માસિક ફાળો ભરવાનો રહે છે.

કાર્યપદ્ધતિ:જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક શાખાનો સંપર્ક કરવો અથવા જો અરજદારનું ખાતું ન હોય તો બચત ખાતું ખોલાવવું.
બેંક ખાતા નંબર આપી બેંકના કર્મચારીની મદદથી અટલ પેનશન યોજનાનું નોંધણી ફોર્મ ભરવું.
આધાર અથવા મોબાઇલ નંબર આપવો ફરજિયાત નથી, પરંતુ ફાળા સંબંધિત સંદેશા વ્યવહાર સુગમ બનાવવા તે જરૂરી છે.
માસિક/ત્રિમાસિક/છ માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

અમલીકરણ સંસ્થાઓ:

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી કરશે.

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel